ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

માળિયા(મી) નજીકથી ચરસ સાથે અગાઉ પકડાયેલા ૩ આરોપી જેલ હવાલે: વધુ બે આરોપી રિમાન્ડ ઉપર


SHARE







માળિયા(મી) નજીકથી ચરસ સાથે અગાઉ પકડાયેલા ૩ આરોપી જેલ હવાલે: વધુ બે આરોપી રિમાન્ડ ઉપર

કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી કારમાથી ૮૮૦ ગ્રામ ચરસના જથ્થા સાથે ત્રણ આરોપી પકડાયા હતા અને પોલીસે ચરસ, કાર સહિતના ૯.૪૭ લાખના મુદામાલ કબજે કર્યો હતો આ ગુનામાં અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૩૧ મી સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે

માળિયા (મિ.) કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી પસર થતી એસક્રોસ કાર નં- જીજે ૧૨ ડીએસ ૨૮૦૪ ને રોકીને પોલીસે તા ૨૪ ની રાતે ચેક કરતાં તે કારમાથી ૮૮૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કારના મલિક દશરથ દિનેશભાઇ વ્યાસ જાતે બ્રામણ (ઉ-૩૩) રહે.આદીપુર ગુરૂકૃપા સસાયટી મેઘપર કુંભારડી પ્લઠ નં.- ૨૦૪ તાલુકો અંજાર અને કારમાં બેઠેલ વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઇ બારોટ(ગઢવી) (ઉ-૨૫) રહે. ડી-૨૨ ઈફ્કો કોલોની ઉદયનગર ગાંધીધામ મુળ ભાભર જીલ્લો બનાસકાંઠા અને શંકર ગોવાભાઇ ગરચર રબારી (ઉ-૨૧) રહે. મીંદીયાળા તાલુકો અંજાર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચરસ સહિત કુલ મળીને ૯,૪૭,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો આ આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં પોલીસે યશ ગોવિંદભાઇ ગઢવી રહે. બ્રમ્હપુરી સોસાયટી માંડવી અને જીવરાજ હરધોળ ગઢવી રહે. ચાગડાઇ તાલુકો માંડવી વાળાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના તા ૩૧ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જો કે, અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી તેઓ ચરસનો જથ્થો અમદાવાદ આપવા માટે જતાં હોવાનું સામે આવ્યું હતું માટે અમદાવાદમા ચરસ કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે






Latest News