ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે યુવાને અંતિમ પગલું ભરી લીધું, પરિવાર ગમગીન


SHARE







મોરબીના જુના નાગડાવાસ ગામે યુવાને અંતિમ પગલું ભરી લીધું, પરિવાર ગમગીન 

 મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા કોળી પરિવારના યુવાને અંતિમ પગલું ભરી લેતા યુવાનનુ મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.

 મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા કોળી પરિવારના અમુભાઈ પ્રભાતભાઈ સાંતોલા (ઉમર 20) એ તેના ઘરે તા. 25 ના બપોરના 3:30 વાગ્યાના અરસામાં ગળેફાસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજત્તા ડેડબોડીને પીએમ માટે સિવિલે લાવવામાં આવ્યું હતું અને તાલુકા પોલીસમાં જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક ચાર ભાઈઓ અને ચાર બહેનો હતા.મૃતક વેડિંગનું મજૂરી કામ કરતો હતો.હાલ કયા કારણોસર તેણે અંતિમ પગલું ભર્યું છે..? તે તપાસનો વિષય છે.

 






Latest News