મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વર્કિંગ વુમનની સુરક્ષા નિશ્ચિત કરી શોષણ રોકવા મહિલા અધિકાર મંચની કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં વર્કિંગ વુમનની સુરક્ષા નિશ્ચિત કરી શોષણ રોકવા મહિલા અધિકાર મંચની કલેક્ટરને રજૂઆત

કલકત્તામાં આર.જી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર ઉપર પાસવી બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી છે જેના વિરોધમાં અને ગુજરાતમાં આવી ઘટનાઓ ના બને તે માટે મોરબીમાં મહિલા અધિકાર મંચ દ્વારા મોરબી કલેકટર કે.બી. ઝવેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ

સરકારી નોકરી અને જુદીજુદી સંસથાઓમાં મહિલાઓ નોકરી કરતી હોય છે ત્યારે તેમના ઉપરી સહકર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા શારિરીક કે માનસિક ત્રાસ અપાતો હોય છે, મહિલાકર્મીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી શારીરિક શોષણ કરવામાં આવતું હોય છે, આવી ઘટનાઓ બનતી રોકવા તેમજ મહિલા કર્મચારીઓ નોકરીના સ્થળે પોતાને સુરક્ષિત મહેસુસ કરે એ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા હાલમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છેકે, ગુજરાતની દરેક સરકારી કચેરી અને સંસ્થાઓમાં અને અધિકારીઓની ચેમ્બરમાં તેમજ નિર્જન સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા, સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં નોકરી કરતા મહિલા કર્મચારીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપનાર કર્મચારી અને અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવા અને ફોજદારી ગુનો નોંધવા માટે વ્યવસ્થા કરવી, નોકરીના સ્થળે મહિલાઓને અપાતા માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદોની તપાસનો અહેવાલ સીધો મુખ્યમંત્રીને મોકલવામાં આવે, નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ મહિલા અધિકાર મંચના સેક્રેટરી એડવોકેટ કલ્પનાબેન એમ. ચૌહાણ, એડવોકેટ જ્યોત્સનાબેન કે. ચૌહાણ તેમજ પૂનમબેન કે. પરમાર દ્વારા કરવામાં આવી છે.






Latest News