મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું અમદાવાદ ખાતે સારવારમાં મોત


SHARE







મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું અમદાવાદ ખાતે સારવારમાં મોત

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી અમદાવાદ સુધી વધુ સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મકનસર ગામે રહેતા રામજીભાઈ ચકુભાઈ રાણવા (65) નામના વૃદ્ધને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકનસર ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી અને ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ તેને વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ટાઇલ્સ પડતાં હાથની નસ કપાઈ ગઈ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિમોન સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો અનુજ લાલચંદ (21) નામનો યુવાન કારખાનામાં ટાઇલ્સના સાઇઝિંગ  વિભાગમાં કામ કરી રહ્યો હતો ત્યારે ટાઇલ્સ તેના હાથ ઉપર પડવાના કારણે જમણા હાથની નસ કપાઈ ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News