મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટના પ્રશ્નો ઉકેલવાની લેખતિ બાહેંધરીનું સુરસુરીયુ: ગરટ, ગંદકી, વરસાદી પાણીનો નિકાલ સહિતની સમસ્યાઓ ઠેરની ઠેર


SHARE











મોરબીના લાતી પ્લોટના પ્રશ્નો ઉકેલવાની લેખતિ બાહેંધરીનું સુરસુરીયુ: ગરટ, ગંદકી, વરસાદી પાણીનો નિકાલ સહિતની સમસ્યાઓ ઠેરની ઠેર

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર સહિતના પ્રશ્નોથી કારખાનેદારો, વેપારીઓ અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોપાઈ ગયા છે ત્યારે આ મુદ્દાને લઈને એક પખવાડિયા પહેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાની હેઠળ નગરપાલિકામાં હલ્લાબોલ કરીને પાલિકા પાસેથી તમામ કામ કરવા માટેની લેખિત બાહેંધરી લેવામાં આવી હતી તેમ છતાં પણ એક પખવાડિયા પછી ત્યાં લોકોની પ્રાથમિક સુવિધામાં લેશ માત્ર સુધારો થયો હોય તેવું લાગતું નથી અને આજની તારીખે પણ વરસાદી પાણી, ગટરના પાણી, કચરાના ઢગલા સહિતના પ્રશ્નો ત્યાં ઊભાને ઉભા છે

મોરબી રાજ્યાની એ ગ્રેડ ની નગરપાલિકામાં આવે છે તેમ છતાં પણ લોકોને એ ગ્રેડની નગરપાલિકા જેવી કોઈ સુવિધા મળતી નથી તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી આજની તારીખે મોરબીમાં સૌથી વધુ ટેક્સ આપતા લાતી પ્લોટના ઉધોગકારો, વેપારીઓ અને લોકોને પ્રાથમિક સુવિધા માટે થઈને વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળ અને પ્લાસ્ટિકના અનેક નાના મોટા કારખાના આવેલા છે જેમાં લગભગ ૧૮ થી ૨૦ હજાર જેટલા લોકોને રોજગારી મળે છે અને તેમાં પણ સૌથી વધુ રોજગારી મહિલાઓને મળે છે તેમ છતાં પણ આ વિસ્તારની અંદર લોકોને આવવા જવા માટે તેને સારા રોડ રસ્તાની પણ સુવિધા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ નથી

ચોમાસા દરમિયાન મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી મોટાભાગનો વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે અને લોકોને ના છૂટકે વરસાદી પાણીમાંથી પસાર થવું પડતું હોય છે અને 24 કલાક વરસાદી પાણી, ગટરના પાણી ગંદકી વગેરે જેવા પ્રશ્નો હોવાના કારણે લાતી પ્લોટ વિસ્તારમાં કારખાને ધરાવતા કારખાનેદારોને ત્યાં અને દુકાન ધરાવતા વેપારીને ત્યાં ગ્રાહકો પણ આવતા સૌ વખત વિચાર કરતા હોય છે જેથી મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં સૌથી વધુ ટેક્સ આપતા લાતી પ્લોટ વિસ્તારમાં સારી પ્રાથમિક સુવિધાઓ મળે તેના માટે થઈને ગત તા. 6/8/2024 ના રોજ મોરબી નગરપાલિકા કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા હલ્લાબોલનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો

ત્યારે જીગ્નેશ મેવાણી દ્વારા મોરબી નગરપાલિકા પાસેથી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે અને લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર અને વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો છે કે તમામ પ્રશ્નો ઉકેલવા માટેની લેખિત બાંહેધરી તે જ દિવસે લેવામાં આવી હતી તેમ છતાં પણ અફસોસ કે આજની તારીખે મોરબી નગરપાલિકા દ્વારા તે વિસ્તારમાં ઉભરાતી ગટર, વરસાદી પાણીનો નિકાલ અને કચરાના ઢગલા વિગેરે પ્રશ્નોને ઉકેલવા માટેની લેસ માત્ર કામગીરી કરવામાં આવી હોય તેવું જોવા મળતું નથી અને લોકો હજુ પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાની હેઠળ જો પાલિકામાં બઘડાટી બોલતી હોય તેમ છતાં પણ પાલિકાનું તંત્ર કારખાનેદારો સહિતનાઓને સારી પ્રાથમિક સુવિધા ન આપી શકે તો હવે રજૂઆત કરવા માટે કોને સાથે લઈને જવું ? અને ક્યાં જવું ? તે પ્રશ્ન ઉઠી રહ્યો છે

આ બાબતે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મિક ડોબરીયાની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે લાતી પ્લોટમાં વરસાદી પાણીનો નિકાલ અને રોડ રસ્તા માટે થઈને જે કોન્ટ્રાક્ટરને અગાઉ કામ આપવામાં આવ્યું હતું તેના દ્વારા કામ કરવામાં વિલંબ કરવામાં આવ્યો છે. જો કે, તે જ કોન્ટ્રાક્ટર પાસેથી વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેના માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી હાલમાં પ્રગતિમાં છે તેવું અધિકારી જણાવી રહ્યા છે પરંતુ મોરબી નગરપાલિકા લાતી પ્લોટ વિસ્તારની કાયાપલટ કરવા માટેની કામગીરી ક્યારે કરશે. તે તો આગામી સમય જ બતાવશે.






Latest News