મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે ભાઈના એક્ટિવામાંથી નીચે પડેલા યુવાનના હાથ ઉપર ટ્રકનું વ્હીલ ફરી ગયું


SHARE











મોરબીની ત્રાજપર ચોકડી પાસે ભાઈના એક્ટિવામાંથી નીચે પડેલા યુવાનના હાથ ઉપર ટ્રકનું વ્હીલ ફરી ગયું

મોરબીની ત્રાજપર ચોકડી પાસે ઓવરબ્રિજ નીચેથી એક્ટિવામાં ભાઈની સાથે બેસીને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે એકટીવા સ્લીપ થતા યુવાન રસ્તા ઉપર નીચે પટકાયો હતો ત્યારે તેના ડાબા હાથ ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી જતા તેને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સોઓરડી પાસે આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેતો ચેતન ભાવેશભાઈ છેલણીયા (19) નામનો યુવાન તેના ભાઈના એકટીવામાં બેસીને મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ત્યાં એકટીવા રસ્તા ઉપર સ્લીપ થયુ હતું જેથી યુવાન રસ્તા ઉપર નીચે પટકાતા તેના ડાબા હાથ ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી જતા યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જીંજુડા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોહમ્મદ હબીબ ખોડ (27) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અને ઇજા પામેલા યુવાને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવવી મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે રહેતા મુરારી સચિતા મવા (38) નામના વ્યક્તિને મકનસર ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News