મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રાધા પાર્ક-કાલિકા પ્લોટમાં જુગારની બે રેડ: 10 શખ્સો પકડાયા


SHARE







મોરબીના રાધા પાર્ક-કાલિકા પ્લોટમાં જુગારની બે રેડ: 10 શખ્સો પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે 12,650 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મેહુલ ચુનીલાલ પૈજા (38) રહે. રાધાપાર્ક સોસાયટી મોરબી, ભરત કિશોરભાઈ પાટડીયા (30) રહે ઉમિયા પાર્ક વાવડી રોડ મોરબી, ભાવેશ ગુણવંતભાઈ દેત્રોજા (29) રહે. રાધાપાર્ક મોરબી, જગદીશ મહેશભાઈ સુરાણી (26) સનાળા મોરબી, કાવ્ય દીપકભાઈ વીડજા (20) રહે. કામધેનુ સોસાયટી મોરબી, ઝાહિદ ભીખુભાઈ તલાટ (44) રહે. પંચાસર રોડ મોરબી અને જય ધર્મેન્દ્રભાઈ વિડજા (26) રહે. કામધેનુ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 12,650 ની રોકડ કબજે કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

આવી જ રીતે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ ઇન્ડિયન પાન પાસે શેરીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સાયર દિલીપભાઈ સોલંકી (32), અનિલ વિઠ્ઠલભાઈ કાંજિયા (30) અને સત્યમ ગણપતભાઈ બામરોલીયા (36) રહે. ત્રણેય કાલિકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 7,600 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ સતવારા બોર્ડિંગ પાસે રહેતા તરુણભાઈ મૂળશંકરભાઈ દવે (58) નામના વૃદ્ધ સાયકલ લઈને પરસોતમ ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ધ્રુવરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.






Latest News