મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કન્વેનિયર બેલ્ટમાં હાથ આવી જતાં યુવાન સારવારમાં


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કન્વેનિયર બેલ્ટમાં હાથ આવી જતાં યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનનો હાથ કન્વેનિયર બેલ્ટમાં આવી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતનપર રોડ ઉપર આવેલ કાસા સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો આધ્યભાન સોર નામનો યુવાન યુનિટમાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન મશીનના બેલ્ટમાં તેનો હાથ આવી જવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા અંશુ સરબજિત તિવારી (27) નામના વ્યક્તિને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News