મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા સંપન્ન


SHARE







મોરબી શહેરમાં શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા સંપન્ન

મોરબી શહેરની શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા એસ.એમ.વોટરપાર્કના હોલ ખાતે કલ્પેશભાઈ મહોત મંડળીના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ મંડળી મોરબી શહેરના 333 જેટલા શિક્ષકો સભાસદ છે જેમાં શિક્ષકોને રૂપિયા પંદર લાખનું માતબર ધિરાણ આપવામાં આવે છે. આ મંડળીએ આ વર્ષે બાવીસ લાખ રૂપિયાનો નફો કર્યો હતો અને આ મંડળીના સભાસદ એવા શિક્ષકોના દિકરી દિકરાઓએ વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ હોય એવા તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં ભરતભાઈ સીતાપરા, ધનજીભાઈ કુંડારિયા, દિનેશભાઈ વડસોલા, ચતુરભાઈ કાસુંદ્રા, દિનેશભાઈ હુંબલ સહિતના હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઇ સિતાપરાએ જહેમત ઉઠાવી હતી.






Latest News