મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ગાંધીનગરથી પકડાયો


SHARE







મોરબીના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ગાંધીનગરથી પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2007 માં વિશ્વાસઘાત અને છેતરપીંડીની બે ફરિયાદ નોંધાયેલ હતી જે બંને ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીની ગાંધીનગર વિસ્તારમાંથી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ધરપકડ કરેલ છે. અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરલે છે.

મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા માટેની કામગીરી કરવામાં આવે છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના હીતેન્દ્રસિંહ ચુડાસમા, રામભાઇ મંઢ, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા. ત્યારે ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007 માં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપીંડીના બે ગુનામાં આરોપી હીતેષભાઇ ધીરૂભાઇ પટેલ રહે. નીકોલ આકાંક્ષા બંગ્લોઝ બાપુનગર અમદાવાદ વાળો હાલે ગાંધીનગર પાલમ રોડ સરધાસણ ખાતે આવેલ સ્વીટસુક એપાર્ટમેન્ટ નેનોસીટી ખાતે છે જેથી કરીને પીએસઆઈ વી.એન.પરમાર અને ટીમ  ગાંધીનગર પહોચી હતી અને આરોપી હીતેષભાઇ ધીરજલાલ સીરોયા (52) રહે. હાલ નાગપુર કામતી રોડ ઓરેન્જસીટી બી/૫૪ જી.નાગપુર (મહારાષ્ટ્ર) મુળ ગામ કમી (કેરાળા) તા. ધારી જીલ્લો અમરેલી વાળાને હસ્તગત કરીને મોરબી લાવ્યા હતા અને આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News