મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વેણાસરમાં જમવાના ઝઘડામાં યુવાન ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા: બે સામે ગુનો નોંધાયો


SHARE











માળીયા(મી)ના વેણાસરમાં જમવાના ઝઘડામાં યુવાન ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા: બે સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના વેણાસર ગામે યુવાનની ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા કરવામાં આવેલ છે જેથી નાના એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી અને હત્યાના આ બનાવના જાણ થતા પીએસઆઇ ચુડાસમા અને પોલીસ સ્ટાફ વેણાસર ગામે પહોચ્યા હતા અને મૃતકના પરિવારજનોના કહેવા મુજબ ગામના જ બે શખ્સોએ મૃતક યુવાન ઉપર ગાડી ચડાવીને તે તેની હત્યા કરેલ છે જો કેહાલમાં મૃતક યુવાનના ભાઈજીના દીકરા ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

માળીયા(મી)ના વેણાસર ગામના રહેતા રણજીતભાઈ મહિપતભાઈ કુંવરિયા નામના ૩૨ વર્ષીય યુવાનની તા.૨૮ ના રોજ બપોરના સમયે ગામની બાજુમાં નદીની પાસે સીમ વિસ્તારમાં જમવા માટેનો કરેલ જેમાં મૃતક રણજીત અને તેનો કૌટુંબીક ભાઈ સહિતના ભેગા થયા હતા ત્યારે રણજીતને જમવા બાબતે વેણાસર ગામે જ રહેતા સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા નામના શખ્સો સાથે બોલા ચાલી અને ઝઘડો થયો હતો ત્યારે રણજીત સાથેના અગાઉના મનદુખનો ખાર રાખીને તેના ઉપર ગાડી નંબર જીજે ૧૭ એન ૪૪૯૫ ચડાવી દઇને રણજીતની નિર્મમ હત્યા કરી નાંખી હતી અને આ બનાવમાં પ્રકાશભાઈ અને અશોકભાઇ કુવરિયાને પણ નાના મોટી ઇજાઓ થઈ હતી અને સારવાર લીધા બાદ હત્યાના આ બનાવમાં અશોકભાઇ જીલુભાઇ કુવરિયાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા નામના શખ્સો ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને હત્યાના બનાવને અંજામ આપનારને ઝડપી લેવા માટે આગળની કાર્યવાહી કરેલ છે

વેણાસર ગામે જે યુવાનની હત્યા કરવામાં આવી છે તેના કાકા બિજલભાઇ સામાભાઇ કુંવરીયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આરોપીઓ દારૂના ધંધા સાથે જોડાયેલા છે અને દારૂ બાબતે અગાઉ રણજીત સાથે માથાકૂટ થયેલ હતી અને તે બાબતનો ખાર રાખીને જ રણજીતની હત્યા કરવામાં આવી છે  વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હત્યારાએ પોતાની કારને મૃતક રણજીતભાઇની ઉપર એકથી વધૂ વખત ફેરવીને તેનું ઘટના સ્થળે મોત નીપજવ્યું હતું અને ઈરાદાપૂર્વક જ રણજીતની હત્યા કરવામાં આવેલ છે અને હત્યાના આ બનાવના લીધે રણજીતભાઇના ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર ઉપર આભ ફાટી પડયુ છે

હાલ હત્યાના આ બનાવની પોલીસે ફરિયાદ લીધેલ છે અને હત્યારાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે જો કે, ગામના લોકોના કહેવા મુજબ દારૂના દૂષણના લીધે જ હત્યાનો આ બનાવ બનેલ છે ત્યારે મોરબી જીલ્લામાં અન્ય અઘટિત બનાવ ન બને તેના માટે વેણાસર સહિત મોરબી જીલ્લામાં જે દારૂનું મોટા પ્રમાણમા નેટવર્ક ચાલી રહ્યું છે તેને રોકવા માટે પોલીસ સઘન કામગીરી કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે કેમ કે, મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવો સામાન્ય બની ગઇ હોય તેમ જુદાજુદા વિસ્તારોની અંદર હત્યાના બનાવો બની રહ્યા છે મોરબીની અંદર છરીના ઘા જીકીને હત્યા કરવીફાયરિંગ કરીને હત્યા કરવી વિગેરે બનાવોની સહી હજી સુકાઈ નથી ત્યાં માળીયા તાલુકાના વેણાસર ગામે યુવાનની નિર્મમ હત્યા કાર ચડાવીને કરવામાં આવી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબી જિલ્લાની અંદર કથડી હોય તેવું દેખાઈ રહ્યું છે






Latest News