મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં વાઇ આવતા પડી ગયેલ સિક્યુરિટી ગાર્ડ યુવાનનું સારવાર લીધા બાદ મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં વાઇ આતા પડી ગયેલ સિક્યુરિટી ગાર્ડ યુવાનનું સારવાર લીધા બાદ મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનને વાઇ આવતા પડી ગયો હતો જેથી તેને નાકમાં ઇજા થયેલ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી પરત આવીને તે સિરામિક કારખાનામાં સિક્યુરિટીના રૂમની અંદર સૂતો હતો. ત્યાર બાદ તે ઉઠ્યો ન હોવાથી મૃત્યુ પામેલા યુવાનના પરિવારજન તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવેલ છે અને વીસેરા પણ લેવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ વરમોરા યુનિટ-3 માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અને ત્યાં સિક્યુરિટીના રૂમમાં રહેતો સદાશિવ ચંદ્રસિંહ મેવાડા જાતે રાજપૂત (32) નામનો યુવાન મારુતિ માઈક્રોન કારખાનાની મેન ગેટ સિક્યુરિટીના રૂમમાં હતો ત્યારે ત્યાં તેને વાઇ આવતા તે પડી ગયો હતો જેથી તે યુવાનને નાકના ભાગે ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાંથી પરત આવીને તે વરમોરા સીરામીક યુનિટ-3 ના સિક્યુરિટી રૂમમાં જઈને ત્રણ વાગ્યે સૂતો હતો અને રાત્રિના આઠેક વાગ્યે તેને જગાડતા છતાં તે ઉઠ્યો ન હતો. જેથી તેના પરિવારજનો તાત્કાલિક તેને લઈને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેના મૃતદેહને ફોરેન્સી પીએમમાં લઈ જવામાં આવેલ છે અને તેના વીસેરા પણ લેવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને માથામાં ઇજા થયેલ હોવાથી મોતનું કારણ જાણવા માટેની કવાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે.






Latest News