મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના વૃદ્ધની કેદારિયા ગામે આવેલ જમીન ઉપર દબાણ કરનાર સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો


SHARE







મોરબીના વૃદ્ધની કેદારિયા ગામે આવેલ જમીન ઉપર દબાણ કરનાર સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો

મોરબીમાં રહેતા વૃદ્ધની હળવદ તાલુકાનાં કેદારિયા ગામે સંયુક્ત માલીકીની જમીન આવેલ છે જે જમીન ઉપર ત્યાના એક શખ્સ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને વૃદ્ધે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા હિમંતગીરી હરદેવગીરી ગોસાઇ (ઉ.૬૬) એ ધીરજભાઈ દેવશીભાઈ ઠાકોર રહે. કેદારીયા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૯૫ થી આજદિન સુધી કેદારીયા ગામની સીમમાં તેઓની સંયુક્ત માલીકીની જમીન આવેલ છે જે જમીન ઉપર આરોપીએ દબાણ કર્યું છે જેથી કરીને ફરીયાદીની સંયુક્ત માલીકીની હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૪૦૦/૧/૩ વાળી જમીન હે.આર.ચો.મી. ૪-૦૩-૬૮ વાળી જમીન પર ગેરકાયદે કબજો કરીને આજદિન સુધી ગેરકાયદે કબજો ચાલુ રાખેલ છે જેથી હળવદ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧)(૩)૫(ગ) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News