મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના મથક ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ: 6 પકડાયા, 1 નાશી ગયો


SHARE







હળવદના મથક ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ: 6 પકડાયા, 1 નાશી ગયો

હળવદ તાલુકાના માથક ગામની ગામની સીમમાં આવેલ વાડીએ ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે સ્થળ ઉપરથી કુલ છ આરોપીઓની 37,300 ની કિંમત ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને એક આરોપી નાસી ગયેલ હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આવેલ ઝાલાભાઇ સીણોજીયાની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખસોમાં નાશ ભાગ મચી હતી જોકે, પોલીસે સ્થળ ઉપરથી વાડીના માલિક ઝાલાભાઇ જાદુભાઈ સિણોજીયા (55), સંદીપ ઉર્ફે હસો રામજીભાઈ સિણોજીયા (31) ભીમાભાઇ રૂડાભાઈ સડાણીયા (44), માંડણભાઈ ભોજાભાઇ સિણોજીયા (51અને ભરતભાઈ વાસુભાઈ નંદેસરીયા (44) રહે બધા રાયધ્રા વાળા તેમજ અજીતભાઈ મેઘજીભાઈ સોઢા (50રહે. નવા પીપળીયા વાળાની 37,300 ની રોકડ સાથે ધરપકડ કરી હતી જો કે, પોલીસને જોઈને દિનેશભાઈ હીરાભાઈ નંદેસરીયા રહે. રાયધ્રા વાળો નાસી ગયો હતો જેથી કરીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને હાલમાં સાત શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News