વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી નજીક દાડમીયા દાદાના મંદિર પાસેથી ૮ બોટલ દારૂ ભરેલ રિક્ષા પકડાઈ : ડ્રાઈવર ફરાર


SHARE







મોરબી નજીક દાડમીયા દાદાના મંદિર પાસેથી ૮ બોટલ દારૂ ભરેલ રિક્ષા પકડાઈ : ડ્રાઈવર ફરાર

મોરબી હળવદ હાઇવે રોડ દાડમીયા દાદાના મંદિર પાસેથી પસાર થતી સી.એન.જી.રીક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે રિક્ષામાથી ૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને રિક્ષા સહિત કુલ મળીને ૨૮૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને રિક્ષા છોડીને નાશી ગયેલ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ દાડમીયા દાદાના મંદિર પાસેથી પસાર થતી સી.એન.જી.રીક્ષાને મોરબી તાલુકા પોલીસની ટીમે રોકી હતી અને રિક્ષાને ચેક કરતાં રીક્ષામા ડ્રાઇવર સીટની નીચે આવેલ ખાનામા પ્લાસ્ટિકના બાચકામાથી શીલપેક કાચની બોટલ ૮ બોટલ મળી હતી જેથી પોલીસે ૩૦૦૦ નો દારૂ અને ૨૫૦૦૦ ની કિંમતની સી.એન.જી. રીક્ષા એમ કુલ મળીને ૨૮૦૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે જો કે, આરોપી ઘટના સ્થળે નાશી ગયેલ હોય સી.એન.જી.રીક્ષાના ચાલક કાદરભાઇને પકડવા માટે પોલીસ તજવીજ શરૂ કરેલ છે.

ત્રણ બોટલ દારૂ

મોરબીના જુના ઘુંટુ રોડ વીસામાની મેલડીમાના મંદીર પાસે પસાર થતાં ત્યવાનને રોકીને પોલીસે તેને ચેક કરતાં તેની પાસેથી દારૂની ૩ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૧૨૫ નો મુદ્દામાલ કબ્જે કરીને રાજુભાઈ દિનેશભાઈ સેલાણીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. સો-ઓરડી,વરીયા મંદીર પાસે વાળાની ધરપકડ કરેલ છે.

એલ બોટલ દારૂ

મોરબી વાધપરાના નાકા પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતના દારૂ સાથે મનહરભાઇ ઉર્ફે મનીષ ડાયભાઇ સોલંકી (ઉ.૨૨) રહે. અમરેલી ગામ સ્વામી વિવેકાનંદ સ્કુલની  પાછળ વાળાની ધરપકડ કરેલ છે.




Latest News