વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીનાં કેરાળા (હ) ગામના યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરોની ધરપકડ


SHARE







મોરબીનાં કેરાળા (હ) ગામના યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરોની ધરપકડ

મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા હતા અને બાદમાં વ્યાજ અને મુદલ ચૂકવવા માટે તેને સમયાંતરે વ્યાજ ખોરના ત્રાસથી બચવા માટે જુદાજુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને હાલમાં સાત શખ્સો દ્વારા તેની પાસેથી વ્યાજના નાણાની પઠાણી ઉઘરાણી કરતાં હતા જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા અરવિંદભાઇ પ્રેમજીભાઇ ચારોલા જાતે પટેલ (ઉ.૩૯) એ મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા, રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા રહે.બન્ને શનાળા, નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ, હર્ષદભાઇ પરબતભાઇ ચાવડા, સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગર, ભાવેશભાઇ બાવાજી રહે. મોરબી અને સુમીત મળજીભાઇ ચારોલા રહે. કેરાળા (હરીપર) વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી અને તેને મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા અને રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા પાસેથી તેને ૬ ટકા લેખે ૧૨,૦૦,૦૦૦ લીધા હતા અને તેનું  આઠ મહીનામાં રૂપીયા ૮ લાખ વ્યાજ સહીત કુલ ૨૦,૦૦,૦૦૦ રૂપીયા ચુકવવા માટે નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ પાસેથી ૧૨,૦૦,૦૦૦ રૂપિયા ૮ લાખ વ્યાજ સહીત ૨૦,૦૦,૦૦૦ લીધા હતા બાદમાં હર્ષદભાઇ પરબતભાઇ ચાવડાએ ૩૫.૦૦,૦૦૦ મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપેલ હતા અને તેની ૧૨ વિઘા જમીનનો દસ્તાવેજ કરવાયો હતો તો સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગરે ૭,૦૦,૦૦૦ રૂપિયા ૫ ટકા વ્યાજે પેટે આપી વ્યાજ પેટે ૪૫,૦૦૦ લઇ વ્યાજ સહીત ૧૫ લાખ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી તો ભાવેશભાઇ બાવાજીએ ૧,૦૦,૦૦૦ રૂપિયા રોજના ૧૦૦૦ લેખે વ્યાજે આપી ૨૦,૦૦૦ વ્યાજ લઇ રૂપીયા ૪.૫ લાખની પઠાણી ઉઘરાણી કરી હતી અને સુમીત મળજીભાઇ ચારોલાએ સાહેદ કલ્પેશભાઇ બારોટને ર,૦૦,૦૦૦ રૂપિયા મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપી મહીનાનું ૭,૦૦૦ વ્યાજ લઇ તે રૂપીયા વ્યાજ સહીત ફરીયાદી પાસે માગણી કરી પઠાણી ઉઘરાણી કરી હતી જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પીએસઆઈ વી.જી.જેઠવા અને તેની ટીમે અગાઉ બે આરોપીને પકડ્યા હતા અને હાલમાં બે આરોપીને પકડેલ છે જેમાં મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા (૩૫) અને રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા (૫૦) રહે. બન્ને શનાળા વાળાની ધરપકડ કરેલ છે.




Latest News