ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બેંક સામેથી બાઈકની ચોરી


SHARE







મોરબીમાં બેંક સામેથી બાઈકની ચોરી

મોરબીમાં એસબીઆઇ બેન્કની સામે આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી 50 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા સાદુળકા ગામે રહેતા અને ખેતી કામ કરતા પરેશ બાબુલાલ પરેચા જાતે કોળી (25) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં પરાબજાર પાસે આવેલ એસબીઆઇ બેન્કની સામેના ભાગમાં ત્રિકોણબાગના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એએ 4177 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 50 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાન દ્વારા મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા ગૌરીબેન સવજીભાઈ (60) નામના વૃદ્ધા ગામમાં શિવ મંદિર પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પટકાતા તેમને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવી પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા ગૌતમભાઈ રામજીભાઈ ભંખોડીયા (37) નામના યુવાનને ગામમાં કોઈ કારણોસર બોલાચાલી ઝઘડો અને મારા મારી થયેલ હતી. જે બનાવમાં તેને ઈજા થતા ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી






Latest News