ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી: અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા લતીપર પૂર્ણાનંદ આશ્રમમાં વૃક્ષારોપણ


SHARE







મોરબી: અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા લતીપર પૂર્ણાનંદ આશ્રમમાં વૃક્ષારોપણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરાયેલા અભિયાન "એક પેડ મા કે નામ" અંતર્ગત તથા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રીની માસિક પુણ્યતિથિ નિમિતે લતીપર ગામે આવેલ પૂર્ણાનંદ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રમમાં 31 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, ઉર્વશીબેન કોઠારી, અલ્પાબેન કક્કડ, જયશ્રીબેન વાઘેલા, જાગૃતિબેન પરમાર, નિર્મલાબેન હડિયલ, ભાવનાબેન ભદ્રકીયા, રૂત્વી ગજ્જર, નીલાબેન ચૌહાણ, દયાની, ભાવિકા, રાકેશભાઈ બરાસરા, જયભાઈ મેરજા, નિલભાઈ ભોજાણી, આદિત્ય પટેલ સહિતના ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વૃક્ષારોપણ કરવું ખુબજ અગત્ય બની ગયું છે. દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ અને તેના જતનને માનવતાનો ધર્મ સમજી અપનાવું જોઈએ. દરેક નાગરિકે સમાજ અને પર્યાવરણ માટે પોતાની એક ફરજના ભાગરૂપે એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. તેમજ જન્મદિવસ નિમિતે પણ એક વૃક્ષ વાવી ઉજવણી કરવી જોઈએ.






Latest News