મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું


SHARE







મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા શ્રી સરસ્વતી શિશુમંદિર શકત શનાળા ખાતે વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન સુશ્રી નેહાતાઈ જોષી (રાષ્ટ્રીય સચિવ તથા એડવોકેટ) અને સીમાબેન મહેતા (પ્રાંત કાર્યકર્તા)એ કર્યું હતું. જેમાં ભારતમાતા પૂજન અને ગ્રાહક ગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને આ ગ્રાહક ઘટના માધ્યમથી ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા પેકિંગની તારીખ, સમાપ્ત થતી તિથિ, ગેરંટી, વોરંટી તથા પર્યાવરણ સંરક્ષણ અને અન્ય ઉપયોગી મુદ્દાનું માર્ગદર્શન પીપીટી દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઘટ દ્વારા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો સંપૂર્ણ વર્ષ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયાનો વિશેષ સહકાર મળ્યો હતો. અને નિયામક સુનિલભાઈ પરમાર, માધ્યમિક પ્રધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા તથા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર મેહુલભાઈ ગાંભવા તેમજ અન્ય મહિલા કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા






Latest News