ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક ખનીજચોરી !: એક હ્યુન્ડાઇ એસ્કેવેટર-ત્રણ ડમ્પર સીઝ, દંડ વસૂલવા કવાયત


SHARE







મોરબી નજીક ખનીજચોરી !: એક હ્યુન્ડાઇ એસ્કેવેટર-ત્રણ ડમ્પર સીઝ, દંડ વસૂલવા કવાયત

મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી નીચી માંડલ ગામ પાસે રેડ કરી હતી ત્યારે ખનીજ ચોરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી ત્યાં રેડ કરીને એક હ્યુન્ડાઇ એસ્કેવેટર, ત્રણ ડમ્પર સીઝ કર્યા હતા અને આ વાહનો નીચી માંડલ ગામે રહેતા શખ્સનાં હોવાનું સામે આવ્યું હતું જેથી તેની પાસેથી દંડ વસૂલ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી જે.એસ.વાઢેર અને તેની ટીમને મળેલ ફરિયાદ આધારે મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ પાસે રેડ કરી હતી ત્યારે ખનીજ ચોરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી એક હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીન જેના ચેસીસ નં-N635D03987 તેમજ ત્રણ ડમ્પર જેમાં જીજે 5 બીટી 2814, જીજે 5 બીટી 2645 અને જીજે 36 વી 6009 નો સમાવેશ થાય છે આ ચારેય વાહનોને કબજે કરીને કરોડોનો માલ સીઝ કર્યો હતો અને પ્રાથમિક તપાસમાં આ વાહનો પ્રશાંતભાઈ કુંડારીયા રહે. નીચી માંડલ વાળાના હોવાનું સામે આવ્યું છે. જેથી કરીને ખાણ ખનીજ વિભાગે બિનઅધિકૃત ખનન અને વહન કરવા બદલ દંડ વસૂલ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.






Latest News