ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાએ માદરે વતન ચમનપર ગામમાં 3500 વૃક્ષ વાવીને દીકરાની યાદમાં કર્યું બાગનું નિર્માણ


SHARE







રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાએ માદરે વતન ચમનપર ગામમાં 3500 વૃક્ષ વાવીને દીકરાની યાદમાં કર્યું બાગનું નિર્માણ

મોરબી માળિયાના જાગૃત ગામ એવા ચમનપર ગામે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડોક્ટર પ્રશાંતની સ્મૃતિમાં વિવિધ પ્રકારના 3500 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી ચમનપર ગામે ડો પ્રશાંત બાગનું નિર્માણ કરી સમગ્ર મોરબી પંથકને એક અનેરો રાહ ચિધ્યો છે. ચમનપર ગ્રામ પંચાયતના સરપંચ શીતલ જગદીશ ચારોલા યોજીત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા તેમજ તેમના ધર્મપત્ની સુશીલાબેન મેરજા ખાસ ઉપસ્થિત રહી ગ્રામજનોને પ્રેરણા આપી હતી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના "એક પેડ માઁ  કે નામ" સંકલ્પને સાકાર કરવા ગામના પ્રત્યેક ગ્રામજનોએ મોટી સંખ્યામાં સ્વજનનો નામે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વન અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય ઉપસ્થિત આગેવાનો તેમજ અધિકારીઓએ વૃક્ષનું મહત્વ સમજાવી ચમનપરના આ કાર્યની પ્રશંસા કરી હતી.આદર્શ યુવક મંડળના પ્રમુખ છગનભાઈ અઘારાએ ચમનપર બહાર વસતા ગામ લોકો તરફથી મળતા  સહકારની પ્રશંસા કરી હતી.તેમજ પ્રશાંત બાગનામાભિધાનની જાહેરાત કરી હતી. આ તકે ગામના સપૂત બ્રિજેશ મેરજાએ ભાવવિભોર વાણીમાં  જન્મભૂમિના અનેક સ્મરણો સાથે ચમનપર ગામના ગ્રામજનોની ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી.

તેમજ પ્રસંગોપાત ચમનપર ગામે સૌને  પરિવાર પ્રેમનું દર્શન કરાવ્યું છે. આ પ્રસંગે ગામના અગ્રણીઓ જગદીશભાઈ અઘારા, મનીષ વાઘડીયા, મનસુખ છત્રોલા, વલમજી ચારોલા, અશ્વિન ભીમાણી, સુનીલ અઘારા, પ્રવીણ કાવર, ગિરીશ હિરાણી, જગદીશ ભટ્ટી, રમેશ ગોઠી, વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. આમ માત્ર 500 ની વસ્તી ધરાવતા આ નાનકડા એવા પ્રગતિશીલ ગામ ચમનપરમાં ડો પ્રશાંત બાગ, ઈશ્વર વન થકી હરિયાળી લહેરાવાનું એક સ્તુતિય પગલું ભરી ગામનું નામ રોશન કર્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન જગદીશની ટીમે કર્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન ગોર મહારાજ પંડ્યાએ કર્યું હતું. જેમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પૂર્વે બ્રિજેશ મેરજાએ ચમનપરમાં આવેલ મારુતિ ધામ સ્વામિનારાયણ મંદિર રામ દરબાર ચોરા મંદિર દેવ દર્શન કર્યા હતા. તેમજ નવનિર્મિત પામી રહેલ શિવાલયના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું.






Latest News