ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

તું અમારી પોલીસને બાતમી આપે છે કહીને મોરબીમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







તું અમારી પોલીસને બાતમી આપે છે કહીને મોરબીમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર વિસ્તારમાં રહેતા યુવાનને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને લાકડી વડે બે શખ્સોએ માર માર્યો હતો.અને ફોન ઉપર તે યુવાનને ધમકી પણ આપવામાં આવી હતી જેથી હાથે અને પગે ઇજા પામેલ હાલતમાં યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર શેરી નં-2 માં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈ પરબતભાઈ ડાંગર જાતે આહિર (40) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાગર ધીરૂભાઈ ચાવડા અને રાજદીપ ઉર્ફે છોટીયો મિયાત્રા રહે.બંને યમુનાનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, બંને આરોપીઓએ તેમની પાસે આવીને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને તેને લાકડી વડે હાથે અને પગે માર માર્યો હતો જેથી ફરિયાદીને ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને ફરિયાદીને ફોન કરીને ધમકી પણ આપવામાં આવી હતી. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આ અંગેની આગળની વધુ તપાસ પી.જે.પરમાર ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતો વિકાસ સુરેશભાઈ ગોધાણી (21) નામનો યુવાન રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાતા તેને ઇજાઓ થયેલ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ સ્થાનિક પોલીસે કરી રહી છે.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા ખાણધરિયા દેવરાજભાઈ અમરશીભાઈ (38) નામનો યુવાન લખધીરપુર ગામ પાસે પુલ નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ નંદરામભાઇ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા કેતનભાઇ જયંતીભાઈ પાડલીયા નામના 35 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કેતન બાઇક લઈને જતો હતો ત્યારે ગાળા ગામે સ્વામિનારાયણ નગર નજીક તે બાઈકમાંથી નીચે પડી જતા તેને જમણા પગના ભાગે ઇજાઓ પહોંચી હોય સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News