મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના અણિયારી ગામે વાડીએ મહિલા-રવાપર નદી ગામે કારખાનામાં યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના અણિયારી ગામે વાડીએ મહિલા-રવાપર નદી ગામે કારખાનામાં યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના અણીયારી ગામે વાડીએ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતો જ્યારે મોરબીના રવાપર નદી ગામે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જે બંને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં ઠાકરશીભાઈની વાડીએ ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા લીલાબેન બહાદુરભાઇ ભાભોર (23) નામની મહિલાએ તા. 18/7/24 ના વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં વાડીએ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના ડેડબોડીને તેના પતિ બહાદુરભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને બે વર્ષનો દીકરો છે જોકે, મૃતક મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ પીએસઆઇ ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે.

જ્યારે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામે આવેલ સીમ વોલીવુડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતા સંજયરાય આનંદરાય રાવ (20) નામના યુવાને ગઈકાલે સવારે 8:30 વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વિમલભાઈ મોતીભાઈ કાસુન્દ્રા રહે. આલાપ રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાને ક્યાં કરણોસર આપઘાત કર્યો છે. તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News