ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કુદરતી હાજતે ગયેલ યુવાનને સાપ કરડી જતાં મોત: પીપળી ગામેથી બાઈકની ચોરી


SHARE







મોરબીમાં કુદરતી હાજતે ગયેલ યુવાનને સાપ કરડી જતાં મોત: પીપળી ગામેથી બાઈકની ચોરી

મોરબી શહેરમાં પાડાપુલની નીચેના ભાગમાં રહેતા મૂળ એમપીના યુવાનને તે કુદરતી હાજતે ગયેલ હતો ત્યારે ઝેરી સાપ કરડી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ યુવાનના મૃતદેહને લઈને તેના પરિવારજનો વતનમાં જતા રહ્યા હોય ત્યાં પોલીસ સ્ટેશનમાં આ અંગેની મૃતકના દીકરાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ પાડાપુલની નીચેના ભાગમાં ઝૂંપડામાં રહેતા અને મજૂરી કામ કરતા શોભાન કાલુ કામલીયા જાતે ભીલ (45) રહે. મૂળ જાંબુઆ એમપી વાળાને તે  કુદરતી હાજતે ગયો હતો ત્યારે ત્યાં ઝેરી સાપ કરડી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના ડેડબોડીને પરિવારજનો તેના વતનમાં લઈને જતા રહ્યા હતા અને થાદલા પોલીસ સ્ટેશન ખાતે તે અંગેની નોંધ કરવામાં આવ્યા બાદ આ બનાવની જાણ મૃતકના દિકરા સંજુ શોભાન કામલીયા જાતે ભીલ (22) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક ચોરી

મોરબી નજીકના પીપળી ગામની સીમમાં આવેલ ગજાનંદ સોસાયટીમાં રહેતા રાજવીર સિંહ હેમંતસિંહ જાડેજા જાતે દરબાર (23)એ પોતે પોતાના ઘરની બહાર બાઈક નંબર જીજે 36 કે 8884 પાર્ક કરીને મૂક્યું હતું જે 25000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News