મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ સરવડ ખાતે યોજાયો


SHARE







મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ સરવડ ખાતે યોજાયો

વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા, કૌશલ્ય તેમજ પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તેમજ બી.આર.સી. ભવન માળિયા આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ સરવડ કન્યા શાળા ખાતે યોજાયો હતો. આ કલા ઉત્સવમાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ કાવ્યગાન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી કલાને રજૂ કરી હતી. પ્રથમ નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, રાજકોટ ડાયટ પ્રાચાર્ય વી.ઓ.કાચા, માળિયા તાલુકાના લાયઝન અધિકારી કાથડ, કલા ઉત્સવ જિલ્લા કન્વીનર સોનલબેન ચૌહાણ, AEI પ્રવિણભાઈ આંબરીયા, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ, માળિયા ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક મોહનભાઈ કુવાડીયા, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, QEM SSA પ્રવિણભાઈ ભોરણીયા, જિલ્લા MIS હિતેશભાઈ મર્થક, માળિયા તાલુકા પંચાયત સદસ્ય ધનજીભાઈ સરડવા, સરવડ ગામના સરપંચ તથા ઉપસરપંચ, માળિયા બી.આર.સી. નરેન્દ્રભાઈ નિરંજની, તાલુકાના તમામ સી.આર.સી. તથા નિર્ણાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસુભાઈ વરસડા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News