મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી: દીકરી CA ફાઈનલની પરીક્ષામાં પાસ થતાં સદાવ્રતમા મહાપ્રસાદ યોજાયો


SHARE







મોરબી: દીકરી CA ફાઈનલની પરીક્ષામાં પાસ થતાં સદાવ્રતમા મહાપ્રસાદ યોજાયો

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે અંકીતા ઠક્કર સીએ ફાઈનલની પરિક્ષામાં ઉતિર્ણ થતાં તેમની ઉજવણી  સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી. આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. વર્તમાન  સમયમાં લોકો પોતાના સંતાનોની શૈક્ષણિક સિધ્ધીઓની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે ગીતાબેન ઠક્કર તથા રાજેશભાઈ ઠક્કર દ્વારા તેમની દીકરી અંકિતાની શૈક્ષણિક સિધ્ધીની ઉજવણી સેવાકાર્યમા સહયોગ આપીને કરી હતી. અને સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા સહિતનાઓએ અભિનંદન આપ્યા હતા






Latest News