ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

દિવાળી ભેટ: મોરબી શહેરમાં સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, સફાઈ અને પાણીના પ્રશ્નો ભૂતકાળ બનશે


SHARE







દિવાળી ભેટ: મોરબી શહેરમાં સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, સફાઈ અને પાણીના પ્રશ્નો ભૂતકાળ બનશે

મોરબી શહેરમાં રખડતા ઢોર, સ્ટ્રીટ લાઈટ, પાણી અને રસ્તાની સમસ્યાઓ છેલ્લા વર્ષોથી માથું ઉચકી રહી છે ત્યારે મોરબી નગરપાલિકાની વર્તમાન બોડી દ્વારા આગામી વર્ષમાં લોકોને આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને આગામી સમયમાં મોરબી શહેરમાં રખડતા ઢોર, સ્ટ્રીટ લાઈટ, પાણી અને રસ્તાની સમસ્યાઓ નવા વર્ષમાં ભૂતકાળ બની રહેશે તેવું વર્તમાન શાસકો દ્વારા કહેવામાં આવેલ છે જે મોરબીના લોકો માટે મોટી ભેટ ગણી શકાય તેમ છે

સામાન્ય રીતે નગરપાલિકા પાસે લોકોને લાઈટ પાણી રોડ રસ્તાની જ અપેક્ષા હોય છે જો આ સુવિધાઓ મોરબીના લોકોને મળતી ન હતી જેથી લોકો છેલ્લા ઘણા સમયથી હેરાન થતાં હતા અને લોકો લાઈટ પાણી રોડ રસ્તાને લઈને અનેક વખત રજૂઆતો કરવા માટે મોરબી નગરપાલિકા કચેરીઆવતા હતા તો પણ રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને પાણીની સમસ્યા ઉકેલવામાં આવી ન હતી જેના કારણે લોકોને હેરાન થવું પડતું હતું પરંતુ મોરબી નગરપાલિકાના વર્તમાન પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ સહિતની ટીમ દ્વારા લોકોની સમસ્યા ઉકેલવા માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે

આગામી વર્ષની શરૂઆતથી જ ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે નવા રોડ-રસ્તાના કામ શરૂ કરવામાં આવશે તેની સાથોસાથ રઝડતા ઢોરને પકડીને રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા હાલમાં પંચાસર રોડ ઉપર ઊભી કરવામાં આવી રહી છે અને આ વ્યવસ્થા લગભગ એકાદ અઠવાડિયામાં કાર્યરત કરવામાં આવશે જેથી કરીને શેરીમાં રખડતા ઢોરને પકડીને ત્યાં રાખવામાં આવશે તેનો નિભાવ પણ થાય તે પ્રકારની વ્યવસ્થા લોકોના સહકારથી મોરબી નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવશે

મોરબીની અંદર સૌથી મોટો પ્રશ્ન સ્ટ્રીટ લાઇટનો છે જે પ્રશ્નો ઉકેલવા માટે પણ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને સાથે રાખીને જવાબદાર અધિકારી સાથે બેઠક કરીને ચર્ચા કરવામાં આવી છે જેના પરિણામ સ્વરૂપે એક અઠવાડિયાની અંદર મોરબી નગર પાલીકા સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન પણ ઉકેલે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે આમ લોકોની આશા અને અપેક્ષા પૂરી કરવાં માટે મોરબી નગરપાલિકાના વર્તમાન શાસકો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે જેથી કરીને આગામી નવા વર્ષના પ્રારંભથી મોરબી શહેરની અંદર સ્ટ્રીટ લાઈટ, રોડ, સફાઈ, પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જાય અને પાલિકા તરફથી લોકોને તમામ સુવિધાઓની દિવાળી ભેટ આપવામાં આવે તો નવાઈ નથી 






Latest News