ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત વિજપુરવઠો ન મળતો હોય વીજકચેરીએ હોબાળો


SHARE







મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત વિજપુરવઠો ન મળતો હોય વીજકચેરીએ હોબાળો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પિયત માટે સમયસર વીજ પુરવઠો મળતો ન હોવાના કારણે હાલમાં ખેડૂતોની હાલત દયનીય બની છે અને નિયમિત રીતે વીજ પુરવઠો ન મળવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ થાય તેવી પરિસ્થિતિ ઊભી થયેલ હોવાથી મોરબી તાલુકાના ખેડૂતો આજે શનાળા ખાતે આવેલ પીજીવીસીએલની કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે "વીજળી આપો ખેડૂતોને બચાવો" ના સૂત્રોચાર ખેડુતો દ્વારા કરવામાં આવ્યા હતા.

દેશ અને દુનિયામાં કોલસાની કટોકટીના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે અને મોરબીના નળીયા ઉદ્યોગની જેમ ઘણા બધા ઉદ્યોગ-ધંધાને અસર થઇ રહી છે ત્યારે વાત કરીએ ખેડૂતોની તો ખેડૂતો પણ હાલમાં દયનીય સ્થિતિમાં મૂકાયા છે.કારણ કે કોલસાની કટોકટીને લીધે વીજ પુરવઠો અનિયમિત બન્યો છે અને ખાસ કરીને જો વાત કરીએ ખેતીવાડી વિભાગની તો ખેતીવાડીમાં દરરોજ આઠ કલાક વીજળી આપવા માટે સરકાર દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી છે અને થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર દ્વારા સૂર્યોદય યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી જોકે હાલમાં વધુ પુરવઠો મળવો તો દૂરની વાત છે પરંતુ અગાઉ મળતો હતો તેટલો વીજ પુરવઠો પણ ખેડુતોને મળતો નથી જેથી કરીને ખેડૂતોને પોતાના પાક બચાવવા મુશ્કેલ બની ગયા છે.આજે મોરબી તાલુકાના નારણકા, ગોરખીજડીયા, વનાળીયા, જેપુર, ખાખરાડા અને ખેવારીયા સહિતના ગામના સરપંચો તેમજ ત્યાંના ખેડૂતો મોરબીના શનાળા ગામ પાસે આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે તેઓએ "વીજળી આપો ખેડૂતોને બચાવો" સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને નિયમિત રીતે વીજળી આપવામાં આવે તેવી તેઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ખેડૂતોનો વિવિધ પ્રશ્નો ઉકેલવા માટે થઈને નવી જાહેર કરાયેલ સૂર્યોદય યોજના હાલમાં બંધ કરીને ખેડૂતોને પુરતો વિજપુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવશે.જોકે આમ થશે કે કેમ તે આવમાર સમય જ બતાવશે.






Latest News