વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા વૃધ્ધાનું મોત


SHARE







હળવદના સુખપર ગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા વૃધ્ધાનું મોત

 હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ સુખપર ગામના પાટિયા પાસેથી વૃદ્ધા રોડ ઉપરથી જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક વૃદ્ધાના દીકરાએ હાલમાં અજાણ્યા વાહન ચાલક સાથે સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા હીરાભાઈ કલાભાઈ બારણીયા જાતે નાડીયા (30)એ અજાણ્યા વાહનચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના માતા પારૂલબેન કલાભાઈ બાણીયા (ઉંમર ૫૬) હળવદ ધાંગધ્રા રોડ ઉપર સુખપર ગામના પાટિયા પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને તેમને જમણા હાથ, પેટ અને બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું મોત નીપજયું હતું માટે હાલમાં મૃતક પારુલબેનના દિકરા હીરાભાઈની ફરિયાદ લઈને હળવદ તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News