વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ પાસે ટેલરે હડફેટે લેતા યુવાનનું મોત નીપજયું


SHARE







મોરબીના ઘુટુ પાસે ટેલરે હડફેટે લેતા યુવાનનું મોત નીપજયું

મોરબી નજીકના ઘુટુ ગામથી ઉંચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે ટેલરના ચાલકે તેમને હડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ ટેલરના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું ગામે આવેલ રામકો વિલેજમાં રહેતા અને સિરામિકમાં મજુરી કામ કરતા જીતેન્દ્રભાઈ દિલીપભાઈ વાઘેલા જાતે કારડીયા રાજપુત (ઉંમર ૫૧)એ ટેલર નંબર આરજે ૧૯ જીએફ ૯૧૯૨ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓનો દીકરો કુલદીપસિંહ પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૩ એફઆર ૦૫૩૨ લઈને ઘૂટુંથી ઉંચી માંડલ તરફ જવાના રસ્તા ઉપર લાઈકોસ સિરામિક કારખાનાના ગોડાઉન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટેલરના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને કુલદીપસિંહને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના પિતા જીતેન્દ્રભાઈની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે ટેલર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News