મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નિયમિત યોગ કરવા યુવાનો, મહિલાઓ સહિતઓને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન


SHARE







મોરબી જીલ્લામાં નિયમિત યોગ કરવા યુવાનો, મહિલાઓ સહિતઓને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સઘન પ્રયાસોથી સયુંકત રાષ્ટ્રસંઘની ૧૯ મી સામાન્ય સભામાં ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જે પ્રસ્તાવ મંજૂર થયો હતો જેથી કરીને છેલ્લા 10 વર્ષથી દેશ અને દુનિયામાં ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં વિશ્વ યોગ દિવસનું ઉજવણી કરવામાં આવી હતી

વર્ષ ૨૦૧૫ થી પ્રતિવર્ષ ૨૧ જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં તંદુરસ્ત રીતે કરવામાં આવી રહી છે ત્યારે ચાલુ વર્ષે ૨૧ જૂન  ૨૦૨૪ નાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લો પણ બાકાત નથી ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા "સ્વયંમ અને સમાજ માટે યોગની" થીમ સાથે આ આ વર્ષે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું અને મોરબીમાં અલગ અલગ સ્થળો પર યોગની તાલીમ પણ પહેલા આપવામાં આવી હતી. અને આજે મોરબીમાં ધાર્મિકઐતિહાસિકહેરિટેજ સ્થળો ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેની સાથોસાથ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. આજે મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું જિલ્લા કક્ષાનું આયોજન મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦૦ થી વધારે લોકો જોડાયા હતા અને યોગ કર્યા હતા

આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર કે.બી.ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ તેમજ વિધ્યાર્થીઓ સહિતમાં યોગાભ્યાસમાં જોડાયા હતા અને યોગ દિવસ નિમિતે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજે દેશ અને દુનિયામાં યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવે છે અને હજારો નહીં કરોડોની સંખ્યામાં લોકો યોગની સાથે જોડાઈ રહ્યા છે અને નિયમિત યોગ કરવાની શરીરને ફાયદો થાય છે જેથી કરીને યુવાનો મહિલા સહિતના લોકોને નિયમિત રીતે યોગા કરવા આહ્વાન કર્યું હતું.






Latest News