મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગ્રામ-સાગર રક્ષક દળમાં ૪૪૬ માનદ સભ્યોની કરાશે ભરતી


SHARE







મોરબી જિલ્લામાં ગ્રામ-સાગર રક્ષક દળમાં ૪૪૬ માનદ સભ્યોની કરાશે ભરતી

મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની જગ્યાઓ ખાલી છે જેમાં ૪૪૬ જગ્યાઓ પર ભરતી કરવાની છે તેના માટે હાલમાં અરજીઓ માંગવામાં આવી છે અને જે જગ્યાઓ ખાલી છે તેમાં માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં ૫૭ જી.આર.ડી. પુરૂષ૪૦ જી.આર.ડી. મહિલા૩૪ એસ.આર.ડી.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૫ જી.આર.ડી. પુરૂષ૪૯ જી.આર.ડી. મહિલા૦૫ એસ.આર.ડી.હળવદ પોલીસ સ્ટેશનમાં ૬૪ જી.આર.ડી. પુરૂષ૫૦ જી.આર.ડી. મહિલાવાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ૩૫ જી.આર.ડી. પુરૂષ૫૧ જી.આર.ડી. મહિલાટંકારા પોલીસ સ્ટેશનમાં ૧૯ જી.આર.ડી. પુરૂષ૨૭ જી.આર.ડી. મહિલા સહિત કુલ-૪૪૬ માનદ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે.

 આ ભરતી માટે શૈક્ષણીક લાયકાત-૩ પાસ કે તેથી વધુઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીનામોરબી તાલુકાવાંકાનેર તાલુકામાળીયા (મી)ટંકારા હળવદ વિસ્તારના અને શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સંબંધિત પોલીસ સ્ટેશન અથવા જી.આર ડી. શાખારૂમ નં ૧૫પોલીસ અધિક્ષકની કચેરી નવા સેવાસદનની બાજુમાંશોભેશ્વર રોડમોરબી-૨. ખાતેથી તા.ર૬-૧૦-૨૧ થી તા.૩-૧૧-૨૧ સુધીમાં કચેરી સમય સવારના ૧૦:૩૦ થી ૧૮:૧૦ સુધીમાં રૂબરૂમાં મેળવવાના રહેશે તેમજ તા.૦૩/૧૧/૨૦૨૧ ના ૧૮:૧૦ સુધીમાં અરજી ફોર્મ અચુક જમા કરાવવાના રહેશે. ભરતી પ્રકીયાની વિગતવારની માહિતી "Morbi Police" ના ફેસબુક પેજ પર તથા અત્રેની જી.આર.ડી. શાખા તથા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂમાં મળી રહેશે. તેમ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની યાદીમાં જણાવેલ છે.






Latest News