વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે તેના માટે હાલમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ભૂદેવ પરિવારના લોકો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લેવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે અને તમામ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ આવી ગયા પછી કેમ્પ માટેનો સમય અને તારીખ નક્કી કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખે જણાવ્યુ છે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીએ જણાવ્યુ છે કે, આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવોએ જરૂરી ડોક્યુમેન્ટ તા. ૨૫/૧૦ થી ૨૦/૧૧ સુધીમાં જમાં કરાવવાના રહેશે અને ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ, મોબાઈલ નંબર અને સરનામું લખવાનું રહેશે અને ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી આપવાની છે તેમાં તાજેતરનો મામલતદારનો (૪ લાખથી નીચેની આવક)નો દાખલો, રેશન કાર્ડ અને રેશન કાર્ડમાં નામ ધરાવનાર તમામના આધાર કાર્ડનો સમાવેશ થાય છે અને આ ડોક્યુમેન્ટ સાર્થક વિદ્યાલય ૭૦૧૬૩૬૩૩૫૦, ભારતી વિદ્યાલય ૭૦૬૯૭૬૯૮૫૯, ઔદિચ્ય બ્રાહ્મણ વાડી ૦૨૮૨૨ ૨૨૫૫૧૫, ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી ૯૯૨૫૪૦૯૩૨૧, શ્રીમાળી બ્રાહ્મણ વાડી ૯૪૨૮૨૬૭૭૪૧, પરશુરામ ધામ મંદિર ૯૮૨૫૬૭૧૬૯૮ અને નલિની વિદ્યાલય ૯૪૨૬૧૬૫૪૭૦ ખાતે પહોચડવાના છે અને કેમ્પની તારીખ  અને સમય પછી આપવામાં આવશે જો કે, વધુ માહિતી માટે કિશોરભાઈ પંડ્યા ૯૯૨૪૯૬૮૧૭૧કેયુરભાઈ પંડ્યા ૯૪૨૯૪૮૪૪૪૦ અને અમુલભાઈ જોષી ૯૨૨૭૧૦૦૦૧૧ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News