મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડનો બનાવ : નવા બનતા બહુમાળી બીલ્ડીંગના પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત


SHARE











મોરબીના પંચાસર રોડનો બનાવ : નવા બનતા બહુમાળી બીલ્ડીંગના પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પુષ્કરધામ સોસાયટીમાં નવા બની રહેલા બિલ્ડીંગના પાંચમાં માળે પાણી છાંટતા સમયે પગ લપસી જવાથી પાંચમાં માળેથી નીચે પટકાયેલા રાજસ્થાની યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના પંચાસર રોડ ઉપર પુષ્કરધામ સોસાયટી આવેલી છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટના નામે નવું બહુમાળી બીલ્ડીંગનું બાંધકામ થઇ રહ્યું છે તેના પાંચમાં માળે પાણી પાતા સમયે પગ લપસી જવાથી પાંચમાં માળની ઊંચાઈએથી નીચે પટકાતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અર્જુનરામ લુણારામ જોરટ જાતે જાટ (ઉમર ૧૮) હાલ રહે. પંચાસર રોડ પુષ્કરધામ સોસાયટી મોરબી મૂળ રહે.ખીમસર તાલુકો બાયતુ જીલ્લો બાડમેર રાજસ્થાન નામના રાજસ્થાની મજુર યુવાનનું મોત નીપજયું હતું.બનાવને પગલે એ ડિવિજન પોલીસ મથકના વી.પી.છાસીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સોખડા ગામના રહેવાસી રવુભા દેવરાજભા  બળદા જાતે ગઢવી (૩૪) અને ભીખુભા નટુભા નામના બે યુવાનો બાઈકમાં સોખડા ગામ નજીકથી જતા હતા ત્યારે તેઓના બૈઇકની આડે રોજડુ(જંગલી પ્રાણી) આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રવુભા અને ભીખુભાને આયુષ હોસ્પિટલે સારવારમાં લઇ જવાયા હતા જ્યાંથી વધુ ઈજાગ્રસ્ત ભીખુભા નટુભાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News