મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રીક્ષાને હડફેટે લઇ પાંચને ઇજા પહોંચાડનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં રીક્ષાને હડફેટે લઇ પાંચને ઇજા પહોંચાડનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષાને હડફેટે લઇને પાંચ લોકોને ઇજા પહોંચાડનાર કાર ચાલક સામે ગુનો નોંધાવા પામ્યો છે.

મોરબીના નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર નજીક કાર ચાલકે ઓટો રીક્ષાને હડફેટે લીધી હતી જે બનાવમાં માનસર ગામના યોગેશ રામલાલ પડવી (૨૩), શામજી સુરેશ પંસારા (૧૫), અમિત વનુ પંસારા (૧૭), ગોવિંદ સુરેશ પંસારા (૧૩) અને રસીદ વિજયસિંગ ઠાકોર (૪૨) ને ઇજાઓ થતા આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જે બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ સુરેશભાઈ વશરામભાઈ પંસારા જાતે દેવીપુજક (૪૦) રહે.માનસર વાળાએ હુન્ડાઇ કંપનીની કાર નંબર જીજે ૧ કેબી ૦૦૭૩ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સટેબલ મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.

બીમારી સબબ મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલા કાચા સિરામિકમાં રહીને મજૂરીકામ કરતાં સુકલીબેન જતીયાભાઈ પટેલ જાતે કોળી નામની ૩૩ વર્ષીય મજુર મહિલાનું બીમારી સબબ મોત નીપજયું હતું.જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે ખસેડાયો હતો. મૃતક સુકલીબેન કોળી પટેલનો લગ્નગાળો ૧૬ વર્ષનો હોવાનું અને તેઓને સંતાનમાં બે બાળકો હોવાનું જાણવા મળેલ છે.હેડ કોન્સ્ટેબલ જે.જી.ઝાલાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.






Latest News