ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ચાર પકડાયા


SHARE







મોરબીમાં દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ચાર પકડાયા

મોરબી પંથકમાં ભારે મોટી માત્રામાં દેશી-વિદેશી દારૂનું વેચાણ થતું હોય છે તે દરમિયાનમાં "સેમ્પલ કેસ" ની જેમ સમયાંતરે પોલીસ દ્વારા આરોપીઓ પકડાતા હોય તેવો ઘાટ જોવા મળે છે.દરમિયાનમાં ગઈકાલે જુદીજુદી ચાર જગ્યાઓએ કરવામાં આવેલી રેડમાં એક મહિલા સહિત ચારની દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે લખધીરપુર ગામની સીમમાં એન્ટીક સિરામીક નજીકથી નીકળેલા ફિરોજ ગુલાબ કુરેશી જાતે સીપાઈ (૪૩) રહે.સોઓરડી વરીયાનગર શેરી નં.૪ મોરબી-૨ વાળાને અટકાવીને તેની તલાસી લેતાં તેના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતાં રૂા.૩૭૫ ની કિંમતના દારૂ સાથે ફિરોજ કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી. તે રીતે જ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકની હદમાં આવેલ લાતી પ્લોટ શેરી નંબર-૨ માંથી નીકળેલા જુનૈદ તૈયબ ચાનીયા જાતે સંધી (૨૫) રહે.કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી વાળાને અટકાવવામાં આવ્યો હતો અને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી પણ વિદેશી દારૂની એક બોટલ મળી આવતા રૂા.૩૦૦ ની કિંમતનો દારૂ ગણીને જુનૈદ ચાનીયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓએ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી..? તે દિશામાં પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ

વાંકાનેરના વીરપર-રાતાવીરડા રોડ દેવકીનંદન કારખાના પાછળ રાતાવીરડા ગામના તળાવ પાસે આવેલા ખરાબાની જગ્યામાં દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ૧૦૦ લીટર દેશીદારૂ તથા દેશીદારૂ બનાવવાનો ગરમ આથો ૧૦૦ લીટર અને ઠંડો આથો ૬૦૦ લીટર આમ કુલ મળીને રૂા.૬,૦૬૦ નો મુદામાલ મળી આવ્યો હતો અને સાથે માવજીભાઇ સામતભાઇ ડાંગરોચા જાતે કોળી (ઉ.૨૭) રહે.વીરપર વાળો મળી આવતા તેની અટક કરીને આગળની કાર્યવાહી કરેલ છે. જયારે માળીયા(મિં.) ની સાકરીયા સીમમા નદીના કાંઠે બાવળની કાંટમાથી દેશીદારૂ બનાવવાના ૪૦૦ લિટર આથા સાથે પોલીસે જેનાબેન અકબરભાઇ હુશેનભાઇ મોવર જાતે મીંયાણા (ઉ.૪૫) રહે.માળીયા ત્રણ રસ્તા, સંઘના પેટ્રોલપંપની બાજુમાં વાળીની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

માળિયા-મિંયાણાના રાપર નજીક આવેલ ગાળા ગામે રહેતો વિનોદ ગુણવંતભાઈ માંડવીયા નામનો યુવાન રાપરથી સુસવાવ જતો હતો ત્યારે તેનું મોટરસાયકલ અણીયારી ચોકડી પાસે સ્લીપ થઈ જતા ડાબા હાથે અને માથાના ભાગે ઇજાઓ થવાથી વિનોદ માંડવીયાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.






Latest News