ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા(મી)થી સૂરજબારી સુધી સી.સી.ટીવી કેમેરાની બેટરીઓ-ઇન્વેટરો ચોરી કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







માળીયા(મી)થી સૂરજબારી સુધી સી.સી.ટીવી કેમેરાની બેટરીઓ-ઇન્વેટરો ચોરી કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી કચ્છ નેશનલ હાઇવે પરના લોકોની સલામતી માટે સી.સી.ટીવી મૂકવામાં આવેલ છે જો કે, આ કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરી કરતી ગેંગને માળીયા(મી) પોલીસે પકડી હતી અને બે શખ્સોને ચોરાઉ બેટરીઓ તથા ઇન્વેટરો તેમજ કાર સાથે પકડાયા હતા જે બનાવમાં હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

માળીયા તાલુકા પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા તેની ટિમે હરિપર ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ -૨૦ કાર નંબર જીજે ૩ ઇસી ૪૭૨૨ શંકમંદ હાલતમાં મળી હતી અને ગાડીની તપાસ કરતા બે ઇસમો તથા ગાડીમાંથી ૨૦ બેટરીઓ તથા ૧૦ ઇન્વેટર સાથે મળી આવ્યા હતા જેથી તેના બિલ કે આધાર પુરાવા માંગ્યા હતા અને મુદામાલને સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરીને ઉપેન્દ્રભાઇ મુરજીભાઇ સુથાર જાતે સુથાર (ઉ.૩૪) રહે. શીકારપુર પટેલવાસ ભચાઉ જિલ્લો કચ્છ અને ઉમરદીનભાઇ અવેશભાઇ જીએજા જાતે મુસ્લીમ (ઉ.૩૨) રહે. શીકારપુર રબારીવાસ ભચાઉ જીલ્લો કચ્છ વાળાની અટક કરી હતી અને આ શ્ખ્સોએ નેશનલ હાઇવે રોડ પર રહેલ સી.સી.ટી.વી કેમેરામાં લાગેલ બેટરીઓ તથા ઇન્વેટરોની રાત્રીના સમયે અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાની કબુલાત આપેલ હતી જેથી સુરજબારી નેશનલ હાઇવે ટોલટેકસના મેનેજરને જાણ કરી હતી અને તેઓને બોલાવી પુછતા નેશનલ હાલવે રોડ પર અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરીઓ થયેલાનુ સામે આવ્યું હતું અને હાલમાં બનાવમાં ઉતમસિંઘ છોટેલાલસિંઘ રાજપુત (ઉ.૪૫) રહે. સામખાયાળી ઓમ બગ્લોઝ સોસાયટી વાળાની ફરિયાદ લેવામાં આવી છે અને આરોપીઓએ ૨૦ બેટરીઓ તથા ૧૦ ઇન્વેટર જેની કિંમત ૨.૮૮ લાખના મુદામાલની ચોરી કરી હોવાનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News