મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરનાં સતાપર ગામે રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા ૩ શખ્સોએ બાઈકમાં તોડફોડ કરી આધેડને માર માર્યો


SHARE







વાંકાનેરનાં સતાપર ગામે રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા ૩ શખ્સોએ બાઈકમાં તોડફોડ કરી આધેડને માર માર્યો

વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે આધેડ પોતાની વાડીએ પડોશીની સાથે બેઠા હતા ત્યારે પાડોશી ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરવા માટે ત્રણ શખ્સો આવ્યા હતા અને કોઈ કશું જ સમજે તે પહેલા ત્રણેય શખ્સો દ્વારા બાઈકમાં તોડફોડ શરૂ કરવામાં આવી હતી અને આધેડે તેઓને રોકવા જતાં તેને પથ્થર વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી આધેડે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે રહેતા સવસીભાઇ કલાભાઇ ધરજીયા જાતે કોળી (ઉ.૫૦) એ હાલમાં રવીભાઇ હેમતભાઇ કોળી, સુનીલભાઇ નારણભાઇ કોળી અને રાધવભાઇ ગોરધનભાઇ કોળી રહે. બધા ત્રાજપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાની વાડીએ હતા ને બાજુની વાડી વાળા મનસુખભાઇ કેશાભાઇનું બાઇક વાડીએ પડેલ હતું ત્યારે આરોપીએ ત્યાં બુલેટ લઈને આવીને મનસુખભાઇ કેશાભાઇ પાસે રૂપીયા લેવા હતા જેથી આરોપીઓએ મનસુખભાઇના બાઈકમા તોડફોડ કરી નુકશાન કરી હતી જેથી તેઓએ નુકશાન કરવાની ના પાડતા ફરિયાદીને છુટા પથ્થરના ઘા છાતીમાં તથા હાથે પગે ઢીકા પાટુનો મુંઢ માર મારી ઇજા કરેલ હતી તેમજ આરોપી રવીભાઇ હેમતભાઇ કોળીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી.કલમ ૩૨૩, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News