હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીનું આરોગ્ય તંત્ર મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે સજ્જ


SHARE







મોરબીનું આરોગ્ય તંત્ર મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે સજ્જ

ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લગભગ જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. આગમી તા. ૭ મે ના રોજ યોજાનાર મતદાનના દિવસે હવામાન વિભાગ દ્વારા કરાયેલ સંભવિત હીટવેવની અસર સામે મોરબી જિલ્લાનો આરોગ્ય વિભાગ જરૂરી તમામ વ્યવસ્થાઓ સાથે સજ્જ છે.

મોરબીમાં ચૂંટણીને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે નોડલ ઓફિસર ફોર હેલ્થ અને જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ સંભવિત હીટવેવની અસર સામે મતદાનના દિવસે જિલ્લાનાં મતદાન મથકોએ દવાઓ સહીતની જરૂરી પ્રાથમિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મતદાન કરવા માટે આવતા મતદારોને ગરમીની અસર કે અન્ય કોઈ મેડીકલ જરૂરિયાત જણાય તો તાત્કાલિક મતદાન મથકે જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે દરેક મતદાન મથકોએ ફર્સ્ટ એઈડ કીટ ફાળવવામાં આવી છે. આ કીટમાં પ્રાથમિક સારવાર માટેની દવાઓ, બેન્ડએજ, ટ્યુબ  સહીતની તમામ જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે. સાથે-સાથે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ઓ.આર.એસ.)ના પાઉચ તેમજ દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક પર વ્હીલચેર ફાળવવામાં આવી  છે

પોલીંગ કર્મીઓને આપવામાં આવેલી ચૂંટણીલક્ષી તાલીમની સાથે-સાથે હીટ વેવ બાબતે શું કરવું ? શું ન કરવું ? તેના લક્ષણો, મેડીકલ જરૂરિયાત સમયે પ્રાથમિક સારવાર, ઓ.આર.એસ. કઈ રીતે બનાવવું સહીતની જરૂરી જાણકારી ડોકટરો દ્વારા આપવામાં આવી છે. ચૂંટણીના એક દિવસ પહેલાં ડિસ્પેચિંગ તેમજ મતદાન બાદ રીસીવિંગના સમયે તમામ વિધાનસભા મતવિસ્તારના ડિસ્પેચિંગ/રીસીવિંગ સેન્ટરો ઉપર કોઈ કર્મચારીને મેડીકલ સારવારની જરૂરિયાત જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની એક મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે હાજર રહેશે.

મેડીકલ ઈમર્જન્સી સમયે પ્રાથમિક તપાસણી કર્યા બાદ વધુ સારવારની જરૂર હશે તો જરૂરિયાત મુજબ જે તે તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવશે. જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૧૬ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેની ૫ એમ કુલ ૨૧ એમ્બ્યુલન્સ મતદાનના દિવસે તૈનાત રહેશે. જિલ્લામાં ૧૧ જેટલી ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવારત રહેશે. અને ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને સારવાર મળી રહે તે માટે PMJAY યોજના હેઠળ મોરબી જિલ્લાની ૫ પ્રાઇવેટ તેમજ ૮ સરકારી હોસ્પિટલો સાથે TIE-UP કરવામાં આવ્યું છે.






Latest News