ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે ભુમિ ટાવરમાં જુગાર રમતા છ શખ્સો ૬૯૫૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના નાની વાવડી ગામે ભુમિ ટાવરમાં જુગાર રમતા છ શખ્સો ૬૯૫૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના નાની વાવડી ગામે ભુમિ ટાવરના ફલેટ નં.૨૦૩માં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ફ્લેટમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી ઉપરાંત પાંચ આમ કુલ મળીને છ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૯૫૦૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ હતી

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ભુમિ ટાવરના ફલેટ નં.૨૦૩માં રહેતા અમરશીભાઇ રાઘવજીભાઇ રૂપાલાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અમરશીભાઇ રાઘવજીભાઇ રૂપાલા (ઉ.૭૫), દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા (ઉ.૬૩), ચંદુલાલ નરશીભાઇ સંઘાણી (ઉ.૬૫), લખમણભાઇ બાબુભાઇ ગોગરા (ઉ.૩૦), મનસુખભાઇ બાબુભાઇ જીલરીયા (ઉ.૩૯) અને જયકિશન યોગેશભાઇ ખાંભરા (ઉ.૩૩) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા ૬૯,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News