વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ નજીક આવેલ સોનાગ્રા ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસેથી બે બાઈકની ચોરી


SHARE







મોરબીના લખધીરપુર રોડ નજીક આવેલ સોનાગ્રા ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસેથી બે બાઈકની ચોરી

મોરબીના લખધીરપુર રોડના નાકા પાસે આવેલ સોનાગ્રા ટ્રાન્સપોર્ટની ઓફીસની બાજુમાથી સમયાંતરે બે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ટ્રક ડ્રાઇવરે હાલમાં બે બાઇકની ચોરી કરવામાં આવી હોવાની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જેથી કરીને પોલીસે ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલા ૩ શખ્સો સામે ચોરીનો વધુ એક ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ શનાળા બાયપાસફીદાઇ પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતાં સોહીલભાઇ બદરૂદીન લાખાણી જાતે ખોજા મુસ્લીમ (ઉ.૩૫)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબીના લખધીરપુર રોડના નાકા પાસે આવેલ સોનાગ્રા ટ્રાન્સપોર્ટની ઓફીસની બાજુમાથી તેમણે પોતાનું બાઇક નંબર જી.જે. ૦૩ એચ.જી. ૪૯૧૩ જેની કિંમત ૧૫૦૦૦ રૂપિયા વાળું ગત તા ૨૧/૭/૨૧ ની રાતે પાર્ક કરીને મૂકયુ હતું જેની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી અને આવી જ રીતે જી.જે. ૩૬ સી ૪૨૮૩જેની કિંમત ૨૫૦૦૦ વાળું પણ ચોરી કરવામાં આવેલ છે થોડા સમય પહેલા મોરબી પંથકમાથી બાઈકની ચોરી કરતી ગેંગને પકડી હતી જેથી કરીને આ ગેંગે ફરિયાદિના બાઇકની પણ ચોરી કરેલ હોવાથી તેમણે હાલમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગૌતમ ટપુભાઈ ડાભીવિકાસભાઈ ભરતભાઇ પનારા અને રાકેશ દેવજીભાઈ મકવાણા નામના થાનના રહેવાસી ત્રણ શખ્સોની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના ધમલપર-૩ માં રહેતા હુસેનભાઇ અલાઉદ્દિનભાઇ દેકાવાડિયા જાતે મોમીન (ઉ.૫૩)એ હાલમાં એક્સેન્ટ ફોરવ્હીલ ગાડી નંબર જીજે ૧૦ બીઆર ૨૨૬૬ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેવાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રાણેકપર ગામના પાટીયા પાસે શિવશકિત હોટેલની સામેથી તેઓ પોતાની ગાડી નંબર જીજે ૩૬ એલ ૨૪૯૨ લઈને જતાં હતા ત્યારે જીજે ૧૦ બીઆર ૨૨૬૬ ના ચાલકએ તેની કારને ફરિયાદીની કારની સાથે અથડાવી હતી જેથી ફરિયાદીને જમણા ખંભામાં ફેકચર તેમજ છાતીના ભાગે મુંઢ ઇજા થયેલ છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News