વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક અજાણ્યા વાહને ડબલ સવારી બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: એકને ઇજા


SHARE







મોરબીના મકનસર નજીક અજાણ્યા વાહને ડબલ સવારી બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: એકને ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક એક્સલ સીરામીક પાસેથી થોડા દિવસો પહેલા ડબલ સવારી બાઇક પસાર થતું હતું ત્યારે તેને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વાંકાનેરના યુવાનનું મોત નીપજયું હતું અને તેની સાથે બેઠેલા અન્ય એક વ્યક્તિને ઇજા થતાં સારવારમાં લઈ ગયા હતા હાલમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાકાનેર જીનપરા અમરનાથ સોસાયટી શેરી નં.૨ માં રહેતા દેવેન્દ્રભાઇ કાન્તિલાલભાઇ પંડ્યા (ઉ.૫૨)એ હાલમાં અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા તા.૧૧/૧૦ ના રોજ રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામા મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક એક્સલ સીરામીક પાસે તેનો દિકરો રૂત્વિકભાઇ હોન્ડા ડ્રીમ યુગા બાઇક નંબર જીજે ૩ એચસી ૨૧૯૨ લઈને જતો હતો ત્યારે તેને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને તેને પગમાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને રૂત્વિકનું મોત નીપજયું હતું અને તેની સાથે બાઈકમાં બેઠેલા મહિન્દ્રભાઇ પ્રવિણભાઇ મકવાણાને પણ શરીરે ગંભીર ઇજા થઈ હતી અને આરોપી પોતાનું વાહન લઈને નાશી ગયો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ વી એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News