મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા ઉપવાસ આંદોલન


SHARE







મોરબીમાં પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા ઉપવાસ આંદોલન

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ધર્મ રથ કાઢીને ગામડે ગામડે જઈને લોકોને ભાજપની વિરોધમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે તેવામાં આજે મોરબીમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા ઉમા ટાઉનશિપ પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે અને મહિલાઓએ પરસોતમ રૂપાલાની ધૂન બોલાવી હતી

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે અશોભનીય ટિપ્પણી કરી હતી તેને લઈને તેની સામે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તે હવે ભાજપ સામે શરૂ થઈ ગયેલ છે કેમ કે, ભાજપે તેના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરેલ નથી અને હવે ભાજપની વિરોધમાં મતદાન કરવામાં આવે તેના માટે ગામડે ગામડે જઈને લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યાર બાદ હવે ધર્મ રથ બાદ મોરબી ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા મોરબીમાં ઉમા ટાઉનશિપની સામે આવેલ પંચમુખ હનુમાન મંદિરે પ્રતીક ઉપવાસ કર્યા છે અને ત્યારે બહેનોએ જણાવ્યુ હતું કે,  મોરબીમાં પુલ દુર્ઘટના બની હતી ત્યારે મોરબીના રાજમાતાએ કોઇની જ્ઞાતિ જાતિ જોઈને કોઈને મદદ કરી ના હતી અઢારેય વર્ણના લોકો હતા તે તમામને મદદ કરી હતી ત્યારે ભાજપના આગેવાન અને કેન્દ્રિય મંત્રી દ્વારા જે રીતે ક્ષત્રિય સમાજની બહેન દીકરી વિષે જે ટિપ્પણી કરવામાં આવેલ છે તેના માટે હવે ભાજપને પણ માફી નહીં આપવામાં આવે અને ભાજપ સામે આગામી દિવસોમાં કાયદા અને મર્યાદાના રહી લોકશાહીની ઢબે વિરોધ કરવામાં આવશે જો કે, હાલમાં ભાજપની  સામે મતદાન થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે આ તકે મહિલાઓએ પરસોતમ રૂપાલાની ધૂન બોલાવી હતી






Latest News