મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં મીંઢોળ બાંધેલ કોડ ભરેલ કન્યાએ લગ્ન મંડપમાં નહીં સીધી જ પરીક્ષા ખંડમાં પહોચી


SHARE







મોરબીમાં મીંઢોળ બાંધેલ કોડ ભરેલ કન્યાએ લગ્ન મંડપમાં નહીં સીધી જ પરીક્ષા ખંડમાં પહોચી

સામાન્ય રીતે કોડ ભરેલ કન્યા હાથમાં મહેંદી મૂકીને મીંઢોળ બાંધ્યા પછી સીધી લગ્ન મંડપમાં જ જોવા મળે છે જો કે, આવા સોળ શણગાર કરેલ કન્યા તમને પરિક્ષાના ખંડમાં જોવા મળે તો, હા આજે મોરબીની ખાનગી કોલેજમાં એમકોમ સેમ-૪ ની પરીક્ષા આપવા માટે એક કન્યા આવી હતી અને પેપર પૂરું કરીને સીધી જ તે લગ્ન મંડપમાં પહોચી હતી.

મોરબીના શનાળા રોડે આવેલ પી.જી.પટેલ કોલેજમાં હાલમાં એમકોમ સેમ-૪ ની પરીક્ષા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે.ત્યારે આ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડાના લગ્ન આજે તા ૨૬/૪ ના રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે જો કે, લગ્ન પછી પહેલા શિક્ષણને મહત્વ આપીને આ કોડ ભરેલ કન્યા આજે ઘરે લગ્ન માટેની પરિવારજનો તૈયારી કરી રહ્યા હતા ત્યારે લગ્નનું મહુર્ત પછી સાચવીસ પહેલા પરીક્ષાનો સમય સાચવવો પડશે આ ઉક્તિને સાર્થક કરતાં ખુશાલી ચાવડાએ આજે સવારે ૧૦:૩૦ થી ૧૩:૩૦ વાગ્યા સુધી એમકોમ સેમ-૪ ની પરીક્ષા આપવા માટે પહોચી હતી ત્યારે લગ્નનું પાનેતર પહેરીને ખુશાલી પરીક્ષા આપવા માટે આવતા તેની જ સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તેને પ્રોત્સાહિત કરી હતી વધુમાં ખુશાલીએ જણાવ્યુ હતું કે, જો મારા પરિવારજનોની જેમ દરેક પરિવાર તેની દીકરીને અભ્યાસ માટે પૂરો સહકાર આપે તો દરેક દીકરી શિક્ષિત બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News