મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભાર ઉનાળે ડેમમાંથી પાણી છોડશે !:  ૨૧ ગામને એલર્ટ કર્યા 


SHARE







મોરબી જીલ્લામાં ભાર ઉનાળે ડેમમાંથી પાણી છોડશે !:  ૨૧ ગામને એલર્ટ કર્યા 

મોરબી નજીકના જુના સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ-૩ ડેમમાં હાલમાં પાણી ભરેલ છે અને તે ડેમમાં રિપેરિંગ કામ કરવાનું છે જેથી કરીને ડેમનું પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને તા૨૬ ના રોજ સવારે આઠ વાગ્યાથી પાણી છોડવામાં આવશે જેથી કરીને મોરબી અને માળીયાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

સામાન્ય રીતે ચોમાસા પહેલા ડેમમાં રિપેરિંગ કામ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીના મચ્છુ-૩ ડેમમાં રિપેરિંગ કામ કરવાનું છે જેથી કરીને તા ૨૬ ને શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યેથી ડેમમાં રહેલ પાણીને એક દરવાજો ખોલીને નદીમાં છોડવાનું નક્કી કરવામાં આવ્યું છે જેથી કરીને ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા અને માળિયાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મિ.), હરીપર અને ફતેપર ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે અને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે






Latest News