મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

નવતર પ્રયોગ: મોરબીમાં ચુંટણીના મહાપર્વ માટે મતદારોને કંકોત્રી !


SHARE









નવતર પ્રયોગ: મોરબીમાં ચુંટણીના મહાપર્વ માટે મતદારોને કંકોત્રી !

ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયાસ ચૂંટણી અધિકારીશ્રી અને ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકો વધુ મતદાન કરે તે માટે કંકોત્રી બનાવવામાં આવી છે. જેમાં મતદારોને  કંકોત્રીનાં માધ્યમથી  મતદાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જેમાં તા. ૬-૦૫-૨૦૨૪ ના રોજ યોજવામાં આવ્યા છે. જેમાં  ડિસ્પેચીંગ સેન્ટરથી પ્રસ્થાન કરી  મતદાન મથકે પોલિંગ પાર્ટીનું આગમન તેમજ બુથ પર જ રાત્રી વિશ્રામ કરી  વહેલી સવારે ૬ કલાકે પોલિંગ એજન્ટની હાજરીમાં મોકપોલ યોજવામા આવશે. આ કંકોત્રીમાં આપ, આપના સગા સંબંધી, મિત્રો આડોશી – પાડોશી સહ કર્મચારીઓ સહિત વહેલા વહેલા પધારી, ૧૦૦ ટકા મતદાન કરી - કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ના અવસરમાં પધારવા આમંત્રણ પાઠવવામા આવ્યું છે. અને મતદાન મુહૂર્ત માટેનો સમય સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં  આવ્યો છે . દર્શનાભિલાષી તરીકે પ્રિસાઈડીંગ ઓફિસર , મહિલા પોલીંગ ઓફિસર, આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફીસર, મહિલા પોલીંગ ઓફિસર, બુથ ફરજ પરના સેવક, પોલીંગ ઓફિસર બુથ પરના સુરક્ષા કર્મચારી વગેરેનો ઉલ્લેખ કરાયો છે.




Latest News