મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં કોલેજના વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ માટે ફિલ્મ બતાવી


SHARE







મોરબી-વાંકાનેરમાં કોલેજના વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ માટે ફિલ્મ બતાવી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે મોરબી જિલ્લામાં ત્રણેય વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ સ્થળો પર મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા મતદાર જાગૃતિના કાર્યક્રમો અંતર્ગત મોરબીમાં OMVVIM કોલેજ અને વાંકાનેરમાં દોશી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કોલેજમાં મતદાન જાગૃતિ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે બનાવવામાં આવેલ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં મતદાન જાગૃતિ માટે બનાવવામાં આવેલ ખાસ ગીત તેમજ અન્ય મતદાનનું મહત્વ દર્શાવતી બાબતો રજૂ કરી વિદ્યાર્થીઓને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. મતદાન જાગૃતિ માટે બનાવેલ આ ફિલ્મ જોઈ કોલજના વિદ્યાર્થીઓ મતદાન કરવા પ્રતિબદ્ધ બન્યા હતા અને વિદ્યાર્થીઓ સહિત સર્વે ઉપસ્થિતોએ અવશ્ય મતદાન કરવા શપથ પણ લીધા હતા.






Latest News