ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવાનને માર માર્યો


SHARE







મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવાનને માર માર્યો

મોરબી શહેરના સમાચાર વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી મોટર સાયકલ લઇને પસાર થતા યુવાનની બાજુમાંથી પોતાનું બાઇક લઈને નીકળેલા શખ્સે બાઇક ઓવરટેક કરવા બાબતે ગાળો બોલી હતી જેથી કરીને ગાળો બોલવાની ના પાડતાં યુવાનને મારમાર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી શહેરના સમાચાર વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળ ભક્તિ નગર સોસાયટીમાં રહેતા યુવાન જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા (ઉમર 25) એ પ્રેમજીભાઈ ગોરાભાઈ પરમાર રહે ભક્તિનગર સોસાયટી વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે પોતાનું બાઇક લઇને પસાર થતો હતો ત્યારે તેની બાજુમાંથી પ્રવીણભાઈ બાઈક લઈને નીકળ્યા હતા અને તેણે બાઇક ઓવરટેક કરવા બાબતે તેને ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા તેને ઢીકાપાટુનો અને પથ્થર વડે માર માર્યો હતો જેથી કરીને તેણે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News