જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી પોલીસે છોટાઉદેપુર બોડલીમાં દારૂના ગુનામાં છેલ્લા દસેક માસથી ફરાર આરોપીને પકડયો


SHARE











મોરબી પોલીસે છોટાઉદેપુર બોડલીમાં દારૂના ગુનામાં છેલ્લા દસેક માસથી ફરાર આરોપીને પકડયો

મોરબી પેરોલ ફર્લોના સ્ટાફે છોટાઉદેપુર બોડલીમાં દારૂના ગુનામાં છેલ્લા દસેક માસથી ફરાર આરોપીને પકડી પાડયો હતો.

મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડવા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાને સુચના કરેલ હોય જે અન્વયે તેઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી તેમજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમનો સ્ટીફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશને નોંધયેલ દારૂના ગુન્હામાં છેલ્લા દશેક મહીનાથી ફરાર આરોપી મનસુખભાઇ કરશનભાઇ સોલંકી (ઉ.વ.૨૯) રહે.રફાળેશ્વર તા.જી.મોરબીને મોરબીના રફાળેશ્વર ગામેથી પકડી પાડયો હતો અને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપીને બોડેલી પોલીસને જાણ કરી હતી.

આમ છેલ્લા દસેક માસથી ઇંગ્લીંગ દારૂનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે આ કામગીરીમાં સ્ટાફના સંજયભાઇ મૈયડ, જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંત વામજા, સહદેવસિંહ જાડેજા, બિજેશભાઇ કાસુન્દ્રાએ કરી હતી.

રીક્ષા પલ્ટી જતાં એકને ઈજા

મોરબીના વીસીપરા પાસે આવેલ સનરાઇસ પાર્કમાં રહેતો મહેબુબ અલ્લારખાભાઇ ખુરેશી નામનો ૪૫ વર્ષીય યુવાન રિક્ષા લઇને ટંકારા ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે લજાઈના બારનાલા પાસે તેની રીક્ષા ડિવાઇડર સાથે અથડાઇને પલ્ટી ખાઈ ગઇ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા મહેબૂબ ખુરેશીને સારવારમાં આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.

યુવતી સારવારમાં

વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે રહેતી અલ્પાબેન પૂંજાભાઇ છગનભાઇ ધોળકીયા નામની ૧૮ વર્ષીય અપરિણીત યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મંગલમ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવી હતી. જ્યારે મોરબીના મોડપર ગામે સીમ વિસ્તારમાં બદરીભાઈ વેસ્તાભાઇ સોલંકી નામના ૩૦ વર્ષીય મૂળ મધ્યપ્રદેશના સેમલીયાનો રહેવાસી યુવાન કોઇકારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News