ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલ પાસે પરસોતમ રૂપાલાની રેલી દરમિયાન કાળા વાવટા ફરકાવનાર ૪ સહિત ૨૮ ને ડિટેઇન કરાયા


SHARE











મોરબીના ઉમિયા સર્કલ પાસે પરસોતમ રૂપાલાની રેલી દરમિયાન કાળા વાવટા ફરકાવનાર ૪ સહિત ૨૮ ને ડિટેઇન કરાયા

મોરબીમાં ગઈકાલે રાજકોટ બેઠકના ઉમેદવાર અને ભાજપના લોકપ્રિય અગ્રણી પરષોતમભાઈ રૂપાલાની રેલી બાદ સીરામીક એસોસિયેશન સહિતના એસોસિયેશનોની જાહેર સભા યોજાઈ હતી.આ દરમિયાન મોરબીના ઉમિયા સર્કલ પાસે અમુક યુવાનો દ્વારા કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.જેને પોલીસે ડીટેઇન કર્યા હતા.ઉમિયા સર્કલ પાસેથી વિરોધ કરી રહેલા ચાર યુવાનોને તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ ૨૪ યુવાનોને આમ કુલ ૨૮ યુવાનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે પરષોત્તમભાઈ રૂપાલા આજે તા.૧૬ ના રોજ ફોર્મ ભરવાના છે તેના આગલા દિવસે તા.૧૫ ના સાંજના ૫ વાગ્યાથી મોરબી ખાતે રેલી અને બાદમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રોડ-શો યોજાયો હતો.મોરબીના ભક્તિનગર સર્કલ નજીકથી શરૂ થયેલ રોડ શો દરમિયાન જુદાજુદા જ્ઞાતિ સમાજો અને સંસ્થા-સંગઠનો દ્વારા તેઓનું જાહેર સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને રેલી શનાળા રોડ ઉમિયા સર્કલ થઈને સભા સ્થળ તરફ જતી હતી.ત્યારે ઉમિયા સર્કલ નજીક કેટલાક ક્ષત્રિય યુવાનો દ્વારા રૂપાલાની કાર નજીક પહોંચીને કાળા વાવટી ફરકાવીને 'રૂપાલા હાય હાય' ના નારા લગાવવામાં આવ્યા હતા જોકે તાત્કાલિક પોલીસ દ્વારા આ યુવાનોને પકડીને સાઈડમાં લઈને પોલીસ સ્ટેશનને લઇ જવામાં આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત બનાવ બાબતે હરદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (૩૨) સરકારી કર્મચારી સોસાયટી મોરબી, દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (૨૬) રહે.સામાકાંઠે મોરબી, અરવિંદસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (૩૬) રહે.વૃષભનગર સામાકાંઠે મોરબી અને રાજેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા (૩૬) રહે.વૃષભનગર સામાકાંઠે મોરબી ને એ-ડવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીટેઇન કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમ સભા પૂર્ણ થયા બાદ તેઓને મુક્ત કરાયા હતા.

તે રીતે જ આઈબીના મળેલા ઇનપુટને આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ ૨૪ જેટલા યુવાનોને કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડિટેઇન રાખવામાં આવ્યા હતા.જેમાં યુવરાજસિંહ મહાવીરસિંહ ઝાલા, કુલદીપસિંહ વનરાજસિંહ જાડેજા, જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, લાલુભા નારુભા ઝાલા, અશોકસિંહ ભુપતસિંહ ચુડાસમા, જયદીપસિંહ બળદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ વાઘુભા જાડેજા, ધ્રુવરાજસિંહ સહદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઉર્ફે રવિરાજસિંહ બાલુભા જાડેજા, મહિદિપસિંહ સતુભા જાડેજા, અરવિંદસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા, ભગીરથસિંહ છત્રસિંહ જાડેજા, સુખદેવસિંહ પ્રતાતસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ ચંદ્રસિંહ ઝાલા, વિશ્વજીતસિંહ ભરતસિંહ જાડેજા, મયુરસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, સંદીપસિંહ દશરથસિંહ ઝાલા, રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા, ઉદયસિંહ ગીરીરાજસિંહ જાડેજા, યશપાલસિંહ હરદેવસિંહ ઝાલા, હરદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાને બી ડિવિઝન પીઆઈ કે.એન.છાસિયા દ્વારા ડીટેઇન કરીને પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા અને કાર્યક્રમ પુરો થયા બાદ તમામને મુક્ત કરાયા હતા.






Latest News